માનીતી લાડલી
માનીતી લાડલી
મન મૂકી ભીંજવે તારા પ્રેમમાં આવી ઘરમાં ત્યારથી,
ભીંજાઈ ને તને ભીંજવવાનું મન થાય પ્યારથી.
હાથ એકમેકનાં પકડી આ જિંદગી માણીએ લાડલી,
ને તારા જ પ્રેમ થકી મહેકવાનું મન થાય લાડલી.
માનીતી લાડલી બની અમારી, તારા રંગે રંગાવાનું મન થાય,
ને પછી તારામય જ બની જવાનું મન થાય.
તું મળી લાડલી તો આ જિંદગી જીવવાનું મન થાય,
ને માત્ર તારે કારણે જ અમને જીવવાનું મન થાય.
માનીતી લાડલી એવો પ્રેમનો જાદુ કરીને પોતાનાં બનાવી દીધા,
ભાવનાઓની નિર્મળ સરિતામાં દિલથી ભિજવી દીધાં.