માંગે છે
માંગે છે
દુ:ખી માનવી શું લેવા માંગે છે ?
હસતો માનવી શું ખોવા માંગે છે ?
રાધા કાના ને પ્રેમની અદાલતમાં રજૂ કરવા માંગે છે
મીરાં પણ જાણે ભક્તિમાં મગ્ન થવા માંગે છે,
મહેનતી માનવી શું નો જવાબ બનવા માંગે છે
હારેલ માનવી પણ જવાબનો શું થવા માંગે છે,
નાના ગજવામાં જાણે તે કેટલું ભરવા માંગે છે ?
મોટા ગજવામાં ને જાણે તે ઊભરાવી દેવા માંગે છે ?
જાણે તે ભગવાનને વેચી શું કમાવવા માંગે છે ?
ભગવાન વેચી રહ્યો તે ક્યાં લેવા માંગે છે ?
હું હસી રહ્યો તે મને રડાવવા માંગે છે
કોઈ રડેલા માનવીને હસાવવા માંગે છે,
કોઈ થોડું લઈ ખુશ થવા માંગે છે
કોઈ આખું જગ જીતવા માંગે છે,
કોઈ પ્રેમમાં મરવા માંગે છે
કોઈ પ્રેમને મારવા માંગે છે,
કોઈ શરમ રાખી શર્મિલુ બનવા માંગે છે
કોઈ શરમ એટલે શું ? પ્રશ્ન પૂછવા માંગે છે,
કોઈ પ્રેમમાં સજીવને નિર્જીવ બનાવવા માંગે છે
કોઈ પ્રેમમાં નિર્જીવ ને સજીવ બનાવવા માંગે છે,
કોઈક શું ? બનવા માંગે છે
કોઈક માનવી બનવા માંગે છે.
