માં
માં
યાદ આવતી રોજ મને મારી માં,
મારુ માં બન્યા પછી.
શિશ ઝૂકી જાય તેના બલિદાન પર,
મારું માં બન્યા પછી,
માં ની વેદના સમજાય આજે,
મારું માં બન્યા પછી,
માં કોને કહેવાય એ સમજાય મને,
મારું માં બન્યા પછી,
પ્રસવપીડા, પરવરિશનો ત્યાગ સમજાય,
મારું માં બન્યા પછી.