મા તને સલામ
મા તને સલામ
જેને ન પોતાનું સુખ છે
બાળકોને સુખે જે સુખી છે
એવી મા તને લાખ લાખ સલામ,
વગર પગારે રાત દિન કરે છે જે બાળકની સેવા
મોંમાથી કોળિયા કાઢી બાળકના મોમાં નાંખે લાગે જે મેવા
એવી મા તને લાખ લાખ સલામ,
ફાઈવ સ્ટાર હોટલના સ્વાદથી બહેતર
એવા પ્રેમરૂપી તડકાથી રસોઈ બનાવનાર
એવી મા તને લાખ લાખ સલામ,
જેના ખોળામાં ચંદ્રની ચાંદનીનો થાય અહેસાસ
જેના પ્રેમનો મેઘ બાળક પર વરસે બારે માસ
જેની લાગણીઓનો રહે દિન રાત ઉજાસ
એવી મા તને લાખ લાખ સલામ.
ન લાગે થાક કરતા બાળક માટે દિન રાત કામ
એવી મા તને લાખ લાખ સલામ.
જે પ્રભુના સ્નેહની છે મૂરત
દરેક દુ:ખ થાય દૂર જોય એની સુરત
પરમાત્માનું જે બીજું નામ
એવી મા તને લાખ લાખ સલામ.