STORYMIRROR

Varsha Thakkar

Children

4  

Varsha Thakkar

Children

મા મુને વ્હાલી બહુ લાગતી

મા મુને વ્હાલી બહુ લાગતી

1 min
339

મા સદાય તું મુને વ્હાલી બહુ લાગતી,

વ્હાલી બહુ લાગતીને પ્યારી બહુ લાગતી,


સવારમાં હેતથી મુજને જગાડતી,

હલકે હાથે અંગો ચોળી સ્નાન કરાવતી,


ગરમાગરમ નાસ્તો ય સૌને જમાડતી,

આમ તેમ દોડે તોય કદીયે ન થાકતી,


દાદાજીના ચશ્માને ઝટ ગોતી આપતી,

દાદીની ડાબલી તો તૈયાર જ રાખતી,


પપ્પાનાં કપડાંને ઇસ્ત્રી રોજ કરતી,

પોલીસથી બચાવવા હેલ્મેટ પહેરાવતી,


ભાઈલાની ચોપડીને પૂંઠા ચડાવતી,

લંચબોક્સમાં હેલ્ધી નાસ્તો ભરી આપતી,


'વૃષ્ટિ'નાં વાળમાં બે ચોટી ગૂંથી આપતી,

ચોટીને રીબીનનાં ફૂલડે સજાવતી,

મા સદાય તું મને વ્હાલી બહુ લાગતી !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children