પરીક્ષા
પરીક્ષા
1 min
165
જીવનરૂપી રિક્ષામાં રોજ નવી પરીક્ષા,
સુખી થવાની સાચી ચાવી છે આ પરીક્ષા,
વિદ્યા અભ્યાસમાં આવે પરીક્ષા વરસે,
જીવન જીવવા આપવી પડતી રોજ પરીક્ષા,
સુખ દુઃખ તો છે તડકી છાંયડી જીવનની,
સંઘર્ષભરી જિંદગીમાં આવે રોજ પરીક્ષા,
જિંદગીની પરીક્ષાનાં પેપર કદી ફૂટે નહીં,
રોજ અઘરાં સવાલોની આપવી પરીક્ષા,
હર એક પરિસ્થિતિનો સ્વીકાર કરીએ તો,
સાચા અર્થમાં સફળતાની સુત્રધાર છે પરીક્ષા.
