આવ રે વરસાદ
આવ રે વરસાદ
આવ રે વરસાદ વરસ વરસ,
ધરતીને છે તરસ તરસ..
મનનો મોરલીયો દેતો રે સાદ,
આવ્યો મોસમનો પહેલો વરસાદ..
નભે છાયા છે વાદળ કાળાં,
જોઈ સૌના હૈયા હરખાયાં..
આપ્યાં એંધાણ તારાં આગમનનાં,
ધીમી ધારે ધરતી પર વરસવાનાં..
ચાતક જેમ જોવું હું તારી વાટડી,
આભ ઝરૂખે માંડી છે મેં આંખડી..
આભે થતાં વીજળી તણાં ગડગડાટ,
જોઈ હૈયે ઉમટ્યો અનેરો થનગનાટ..
તુજે નેહમાં ભીંજાવું ગમતું મુજને,
આવી જા વિનંતી કરું છું તુજને.

