STORYMIRROR

Varsha Thakkar

Others

3  

Varsha Thakkar

Others

ડોક્ટર દિન મનાવીએ

ડોક્ટર દિન મનાવીએ

1 min
142

ચાલો ચાલો ને આપણે સૌ,

ડોક્ટર ડોક્ટર રમીએ...


ડોક્ટર ડોક્ટર રમીએ ને,

ડોક્ટર દિન મનાવીએ...


ડોક્ટર તો લાગે સ્વરૂપ ભગવાનનું,

આજ ડોક્ટરનું પૂજન સૌ કરીએ..

અંતિમ વેળા આવે જીવનની,

ડોક્ટરની મે'રથી જીવન જીવીએ..

ચાલો ચાલોને....


ડોક્ટર જગતની આન, બાન, શાન છે,

ઊંઘ, ઉજાગરા વેઠી બન્યા એ મહાન છે..

છોડ્યું કુટુંબ એણે ફરજને કાજ છે,

ડોક્ટર તો આખા જગતની જાન છે..


ચાલો ચાલોને આપણે સૌ,

ડોક્ટર ડોક્ટર રમીએ...


ડોક્ટર ડોક્ટર રમીએ ને,

ડોક્ટર દિન મનાવીએ.


સામગ્રીને રેટ આપો
લોગિન