STORYMIRROR

Varsha Thakkar

Others

3  

Varsha Thakkar

Others

કરામત

કરામત

1 min
163

પ્રભુ તારી કરામત છે બરકરાર,

તુજ જેવો નહીં બીજો કોઈ કલાકાર,


સૃષ્ટિ તણો કરીને આવિષ્કાર,

લખલૂટ ભર્યા તેં પ્રકૃતિમાં ભંડાર,


ફળફૂલ ને વૃક્ષો તણો નહીં પાર,

મનમોહક રંગ દિસે ને સુગંધ છે અપાર,


ખેતર, કોતર ને પર્વત, રણ દિસે અફાટ,

નદી, નાળા ને સરોવર, ઝરણાં વહે અપાર,


પૂનમે પૂર્ણકળાએ નભમાં ચમકે ચાંદો,

અમાસે હોય અંધારું ચારેકોર અપાર,


ધરતીકંપ, વાવાઝોડું, સુનામી કે મહામારી,

સંકેતો આપી જગને તું સમજાવનાર,


વાહ રે પ્રભુ ! તારી કરામતનો જાદુ,

કુદરત આગળ માનવી સદા લાચાર !


Rate this content
Log in