સફળતા
સફળતા
1 min
261
'જેવું કરો તેવું ભરો' રીત જગતની સાચી,
'વાવો તેવું લણો' કુદરતની વાત છે ન્યારી,
લક્ષ્યને પામવા તો અવિરત દોડવું પડે,
જીવનપથમાં હજાર મુશ્કેલી આવી નડે,
નિંદ્રા ત્યાગી, આળસ મરડી, જાગ હવે તું,
સપનાને સાકાર કરવા મહેનત કર તું,
સફળતાની મંજિલ બહુ દૂર નથી હવે,
અથાગ પ્રયત્ન એ જ ઉપાય છે હવે,
થશે નામના દુનિયામાં ચારેકોર બહુ ભારી,
'વૃષ્ટિ' સફળતા પચાવવાની ફરજ છે તારી.
