ઘનશ્યામ પ્રભુ
ઘનશ્યામ પ્રભુ
1 min
208
અતિશય કામણગારો છે ઘનશ્યામ મારો,
અવર્ણનીય શોભા પ્રભુ તારી વિસરાય ના,
સંકટ સમયનો બેલી છે ઘનશ્યામ મારો,
પ્રાર્થના થકી રિઝાઈ જાય છે પ્રભુ તું,
રંગાઈ જાઉં તારા રંગે હું ઘનશ્યામ,
દુનિયાના બીજા રંગો જૂઠ્ઠા લાગે પ્રભુ,
ફૂલવાડી બાગ બગીચા સર્જન તારું ઘનશ્યામ,
ફૂલો મહીં અદભૂત રંગ સુગંધ ભર્યા તેં પ્રભુ,
પૃથ્વી પર નિત નવાં અવર્ણનીય સર્જન કરતો ઘનશ્યામ,
પોષણ સૌને આપવા આકાશે 'વૃષ્ટિ' વરસાવે પ્રભુ.
