STORYMIRROR

Varsha Thakkar

Inspirational

4  

Varsha Thakkar

Inspirational

જગતનો તાત

જગતનો તાત

1 min
263

ધરતી એટલે જાણે એની પોતાની માત,

માથે ઊભુ આભ એ જ છે એનો તાત.


ખેડૂત તો છે સકલ જગતનો તાત,

ધોમધખતાં તાપમાં ય કરે નહીં ફરિયાદ.


આળસ છોડી ઊંઘ ત્યજી પરોઢિયે ખેતર જાય,

ખેતર ખેડી કરે વાવણી સુંદર પાડી ચાસ.


ધરતીને સજીવન રાખવાં મહેનત કરે સદાય,

ટાઢ, તાપ કે હોય પછી અનરાધાર વરસાદ.


કણમાંથી મણ મેળવવા પાડે એ પરસેવો,

કેમ ભુલાય ઉપકાર એનાં જે ધરતીને સજાવતો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational