મા ચંદન અગિયારી
મા ચંદન અગિયારી


મા ચંદન અગિયારી…
મા મમતાનું મંગલ મંદિર
જગ આખું પૂજારી
વાત્સલ્ય મૂર્તિ ઘડી પ્રભુએ
ધન જનની ખૂમારી
વૈભવ માનો હેત ખજાનો
સુખદાતા કલ્યાણી
આંખ અમી તો સાગરપેટાં
અક્ષય મા દાતારી ….જગ આખું પૂજારી
હાલરડાં મા તારાં ઔષધ
ખોળે સ્નેહ સમંદર
તું પકવે મા મોતી મોંઘાં
ઝીલતી ઝોલે નીંદર
કેમ રમે મા શામળ ખોળે
જાણું હું અલગારી
ત્યાગ મૂરત તું, મા દેવી તું
મા ચંદન અગિયારી…જગ આખું પૂજારી