લવની ભવાઈ
લવની ભવાઈ
તારા ને મારા પ્રેમની રજૂઆત લખું છું,
આજે હું પ્રેમનો એકરાર લખું છું,
તારી લાગણીનો દરિયો લખું છું,
તારી છલકતી સ્મિતનું ઝરણું લખું છું,
લવની ભવાઈની મુલાકાત લખું છું,
તારી વાતો અને નજરોના કામણ લખું છું,
ખુદ ભૂલી હું તને લખું છું,
તારા પ્રેમમાં પાગલ બની,
દિલના ઘાયલ ધબકાર લખું છું,
આજે લવની ભવાઈનો અહેસાસ લખું છું,
પ્રેમની મુલાકાતની લખું છું.

