લોકડાઉન
લોકડાઉન
નારાજ થઇ ગયા છે ફૂલો
કેમકે હું મળવા નથી ગયો
ફરી ફૂલ ખીલે ઊઠશે
લોકડાઉન પણ પતી જશે
રિસાયેલો સાગર છે
કેમકે હું સાગર ને જોવા નથી ગયો
ફરી કિનારે ફરવા જઇશ
લોકડાઉન પણ પતી જશે
છુપાય ગયો છે ચાંદ
કેમકે હું તેની પ્રશંસા નથી કરતો
ફરી પુનમ નો ચાંદનો પ્રકાશ આપશે
લોકડાઉન પણ પતી જશે