લોકડાઉન પછી (હાઈકુ)
લોકડાઉન પછી (હાઈકુ)
લોકડાઉન, ખૂલ્યું જ્યારે આજે, દ્રશ્ય જોઈને
સ્તબ્ધ થયો, એરપોર્ટ ઉપર, વિમાન આડું
કરતો જોઈ, પાઈલોટ બિચારો, સ્કૂટર જેમ
કૂતરા બધા, ગભરાઈને ભાગ્યા, માનવી જોઈ
માણસો જોઈ, એકબીજાને સૌ, અજાણ્યા લાગ્યા,
ચાલવું કેમ, વિસરાય ગયેલ, રસ્તા ઉપર
સાફ શેરીઓ, ધૂંધળી થઈ ગઈ, પળવારમાં
માટીના ગોટા, છવાયા ઠેરઠેર, અંધારું થયું
માટી ઉપર, ઉકરડો બની ગ્યો, માણસો જામ્યા,
પક્ષી બિચારા, વિચારે ચડ્યા હતા, રે ભગવાન
લોકડાઉન, ચાલુ રાખને હજુ, પ્રાર્થના મારી
માળા અમારા, અસુરક્ષિત લાગે, બચ્ચા અમારા,
વૃક્ષ ને વેલ
ી, ચીમળાય ગયા છે, માણસો જોઈ,
કોલાહલથી, વૃક્ષ સંતાય ગયું, વેલી પાછળ,
ફૂલ ગાયબ, ફળ સંતાડી દીધા, ફોરમ ઉડી,
ડ્રોનનો ડોળો, ફાટી ગયો બિચારો, ટોળા જોઈને,
લેવા તા ફોટા, ફૂટી ગયો કેમેરો, હરખ ઘેલો,
લોકડાઉન, ખૂલ્યું જ્યારે આજે, દ્રશ્ય જોઈને
ગ્રાહક ભીડ, દુકાનો ખાલી ખમ, વેપારી શૂન્ય,
બેંકમાં જઈ, ગ્રાહકે પૈસા માંગ્યા, સાહેબે કહ્યું
બેલેન્સ નથી, અમારા ખાતામાં જ, પોર આવજો,
લોકડાઉન, ખૂલ્યું જ્યારે આજે, દ્રશ્ય જોઈને,
ખબરપત્રી, ખબર લેવા આવ્યો, ખબર નો'તી,
બિચારાને કે, હું ને કેમેરા બધું, લૂંટાઈ જશે.