લોક્ડાઉન બોધ્ધપાઠ
લોક્ડાઉન બોધ્ધપાઠ
સમજી શકીએ શાનમાં તો,
લોકડાઉને બનાવ્યો આપણને તકેદાર છે.
લોકડાઉને કરાવ્યો સિક્કાની,
અન્ય સારી બાજુનો સાક્ષાત્કાર છે.
માત્ર ભવિષ્ય અને ભૂતકાળમાં,
રાચતી હોય છે દુનિયા,
લોકડાઉને વર્તમાનની,
ખૂબીઓનો કરાવ્યો ચિતાર છે.
દુનિયાનો છેડો છે ઘર એ વાત,
છે આપણને બધાને ખબર,
લોકડાઉને જતાવ્યું કે ઘરની દુનિયા થકી,
આપણી દુનિયા સદાબહાર છે.
પ્રકૃતિ વિરુદ્ધ જીવવાને લીધે,
માનવજાતમાં આવ્યા છે ઘણા વિકાર,
લોકડાઉને સમજાવ્યું કે,
પ્રકૃતિ સાથે જીવવામાંજ સાર છે.
માસ્ક, સેનીટાઇઝર અને
જરૂરી અંતર ખૂબ જ છે આસાન બાબતો,
લોકડાઉન થકી કોવીદ-૧૯ સામેની,
લડવી લડાઈ આરપાર છે.
બેફામ જીવતી માનવજાત ઉપર,
જરૂર હતી એક લગામની,
લોકડાઉનની લગામે કર્યો,
માનવજાતને ખબરદાર છે.