લોહી ગૂંથેલો
લોહી ગૂંથેલો
સંબંધનો ઉચાળો ભરી, ગામે ગામ ભટકું છું,
ખરીદી તો ઠીક, કોઈ જોવાય કયાં તૈયાર થયું,
હરેક પાસે છે, સંબંધનો માળો, લોહી ગૂંથેલો,
હેતની છે ખામીને, રફૂની પરવા કોઈ નથી લેતું,
ઉઘાડી કિતાબ તો સૌ વાંચે, હ્રદય ક્યાં સમજે,
ઈ-સંબંધમાં અટવાઈને, પોતીકા સૌએ ગોતતું,
મેળ મળે કે ના મળે, નિભાવી લેવાય છે જિંદગી,
સો ને પછી, નસો સંબંધની કાપીને, જીવવું પડતું,
'આશુ' રડે, તે તો આંખોમાં છે, અઢળક એટલે,
પણ, સંબંધ રડે છે તેનું ક્યાં, એકય બુંદ ખરતું !