લક્ષ્ય દૂર નથી
લક્ષ્ય દૂર નથી
હોય હૈયામાં હામ, અને બાવડામા બળ
અરમાન હોય ઊંચા તો લક્ષ્ય દુર નથી
કર સખત મહેનત, તો મંઝીલ દુર નથી
તારા માર્ગમાં આવશે, અડચણ ઘણી પણ
તેને અવગણી તું,આગળ વધ સખતમહેનતથી
હોય અરમાન ઊંચા તો લક્ષ્ય દુર નથી
જીવનમાં ચડતી અને પડતી ભલે આવે
જેમ નાનું બાળક, પડતાં પડતાં પણ ચાલે
હોય મુશીબતો ભલે, જીવનમાં હજાર
પણ લક્ષ્ય કરુ પાર, એજ નિર્ધાર
હોય અરમાન ઊંચા તો લક્ષ્ય દુર નથી
ભલે ચડવા પડે ઊંચા પહાડો કે ડુંગરા
પણ મહેનત થકી,ખેરવુ હું એના કાગરા
ભલે હોય ઊંચા ગઢ,સર કરુ હું પળવારમાં
હોય અરમાન ઊંચા તો લક્ષ્ય દુર નથી
પણ મહેનત થકી જ, મળશે મંજીલની વાટ
ભલે સર કરવા પડે મોટા મોટા તાડ
હોય અરમાન ઊંચા તો લક્ષ્ય દુર નથી
