લક્ષ્મી
લક્ષ્મી
આજ લક્ષ્મી આવ્યા મારે આંગણે,
લાવ્યા સો સો કમલની સુગંધ,
ઓચ્છવ મારે આંગણે,
મારી અડવી ભીંતોને એના આંગળા,
જ્યાં જયાં પડશે ત્યાં સોહે શણગાર,
ઉત્સવ મારે આંગણે,
એને વેણલે વહાલ નીતરે,
એને ટોડલિયે ટહુકાર,
ઓચ્છવ મારે આંગણે,
એ તો ઘરનું અગાસીનું ખુલ્લું આકાશ,
ઉત્સવ મારે આંગણે,
એને બબ્બે તે કૂળને ઉજાળ્યા
હૈયે હૂંફ ને જીવતરની હાશ,
ઉત્સવ મારે આંગણે,
આજ લક્ષ્મી આવ્યા મારે આંગણે.