લખવાનું હજી બાકી છે !
લખવાનું હજી બાકી છે !
ધ્રુજતા હાથે મારી લેખનીની પાપા-પગલી છે,
લખવાનું તો હજીય બાકી જ છે.
સૌરાષ્ટ્રે સોમનાથથી તો ધક્કગાડીનો સેલ વાગે,
દુનિયા ડોળવાની તો હજી બાકી જ છે.
મારાથી જ સરૂઆત કરૂ છું તને જોવાની,
પ્રકૃતિને પિછાનવાની તો બાકી જ છે.
હજી તો કોયલના કેકારવનો 'ક' કાને પડ્યો છે,
જ્ઞાનીનો 'જ્ઞ' તો ઘુંટવાનો બાકી જ છે.
ક્ષિતિજે ઉગતા 'ને આથમતા સૂરજને જોયો તો ખરો,
પણ એના તેજને આંબવાનું બાકી છે.
આ તો નાદાન યુવાનીની શરૂઆત માત્ર છે,
વૃદ્ધ થઈને વધવાનું હજી બાકી જ છે.
ખાબોચીયા-તળાવ 'ને કુંવારી નદીઓ કૈંંક જોઈ,
સાગરનો તાગ માપવાનો બાકી જ છે.
માપી તાગ સાગરપંંખી થઈ ઉડવાનુંય હજી બાકી છે,
ઉડીને પડવાનુંય હજી બાકી જ તો છે.
અનુભવબિંદુને આત્મસાત્ કરવાનું પણ હજી બાકી છે,
તેથી તો કહું છુંં, લેખનીની પાપા-પગલી છે, લખવાનું તો હજી બાકી છે.
