STORYMIRROR

Leelaben Patel

Inspirational

4  

Leelaben Patel

Inspirational

લખું છું

લખું છું

1 min
646

ભાવ ઘૂંટીને લખું છું,

દિલનું ચૂંટીને લખું છું.


ભીતરે જોવા મળે તો,

જો હું તૂટીને લખું છું.


માંગવાથી ના મળે તે,

પ્રેમ લૂંટીને લખું છું.


હોય જો મારી જરૂરત,

ત્યાં હું ખૂટીને લખું છું. 


શોધતી નવરાશ પળને,

જગથી છૂટીને લખું છું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational