લીલું પાન
લીલું પાન
લીલું પાન મહેંદીનું,
સોહાવે મારા હાથને,
એક લીલું પાન કેવડાનું,
સોહાવે મારા કેશને,
એક લીલું પાન નાગરવેલનું,
લાલચટક સોહાવે મારા મુખને,
એક લીલું પાન તુલસીનું,
પાવન સોહાવે મારા શ્યામને,
એક લીલું પાન કેળનું,
સોહાવે મારા સત્યનારાયણને,
એક લીલું પાન બીલીનું,
સોહાવે મારા મહાદેવને.
