STORYMIRROR

Zalak bhatt

Tragedy Thriller

3  

Zalak bhatt

Tragedy Thriller

લીલા-લ્હેર

લીલા-લ્હેર

1 min
201

ધરા જો લીલી થઈ જશે

ફળશે હર એક ખ્વાબ


આજ, ફકીર બની બેઠેલો

આદમ થાશે નવાબ


હર પળમાં પાણી મળે !

સ્વચ્છ હો હરેક શહેર


છોડ, વેલાને ઝાડવા

ગર, વાવો આપણ ઘેર


લો, છોડ બનાવો દીકરો

દીકરી સમી આ વેલ


ફળ-ફૂલોની સુગંધથી

થાશે લીલા-લ્હેર


ખાદ, પાણીને તાપમાં

ના કરવું પડે રોકાણ


થોડું-થોડું સીંચશો તો

પણ ફળશે ને મળશે માન


બલ, આરોગ્યને સ્વચ્છતાં

ઘર બેઠાં મળી જાય


આજથી સીંચશો બીજ તો

ફળ દીકરો- પૌત્ર ખાય


પેઢી-પેઢીએ વધે

આપનો ભૈ રૂઆબ


ધરા જો લીલી થઈ જશે

ફળશે હર એક ખ્વાબ.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy