લઈ નીકળી છું
લઈ નીકળી છું
મા નો આશીર્વાદ અને પ્રેમ લઈ નીકળી છું,
તને હરાવવા જ નવું જોમ લઈ નીકળી છું.
નથી હવે હું અબળા, લાચાર કે શકિતહીન,
હરાવવા શબ્દોનો અણુબોમ લઈ નીકળી છું.
પાયમાલ તને કરવા ભગવાન પણ ઝૂકશે,
કરેલ હજારો, લાખો સતકર્મ લઈ નીકળી છું.
વિષ કરતા ખરાબ તારી જિહવા ને કાપવા
હાથે વેલણ અને ચપ્પુ ગરમ લઈ નિકળી છું.
અહેસાસ ગૂંગળામણ, અકળામણનો કરાવવા,
ઝેરીતત્વોથી ભરપૂર કેફી ચલમ લઈ નિકળી છું.
સર્વનાશ અને સંહાર 'ઈશા' ભરબજારે કરશે,
દુર્ગા, રણચંડી સાથે કાલિકા મા લઈ નીકળી છું.

