લગ્ન લખાશે
લગ્ન લખાશે
સગપણ જોડાઈ જશે લગ્નની ગુંજ વાગશે,
લહેકતું મહિયર આંસુડાંની ધારમાં વહી જશે,
કાળજાનો કટકો હાથમાંથી પિતાનો છૂટી જશે,
લાગણીઓની દોરથી માતાની અમી હૈયું તૂટશે,
મોભી દાદા લગનની તિથિઓ જોડાવશે આંગણિયે,
વીરોની રાખડી બાંધનાર બેની ખૂણે પિયરને નિહારશે,
કુટુંબિયા તેડાવશે લાડલી દીકરીને હેતના હિલોળે વ્હાલ ઉભરાવશે,
કંકુ ચોખલિયે અમી છાંટણા હરખના કંકોત્રી રૂડી બ્રાહ્મણના હાથે લખાશે...

