STORYMIRROR

Harshida Dipak

Inspirational Fantasy Romance

3  

Harshida Dipak

Inspirational Fantasy Romance

લગ્ન ઘેલી કન્યાનું ગીત

લગ્ન ઘેલી કન્યાનું ગીત

1 min
13.6K


સપનામાં બાઈ હું તો એવી મુંજાણી કે,

યાદોમાં ન્હાતું પરભાત 

નીંદરની સોંસરવા ઝબકીને જોયું તો,

શોણલાં સરીખી થૈ જાત.

લીલુડા કમખામાં ગહેકે છે મોર 

જાણે ધરતીને દેતો કૈં સાદ,

ઓ'લીપા ઘૂઘરિયે ઘમકે ઉન્માદ 

જાણે આછેરો આવે છે નાદ,

માલીપા મનડુંયે મહેંકી ઊઠયું ને,

પછી ઊગી હથેળીમાં ભાત... 

સપનામાં બાઈ હું તો...

પાદરેથી પડઘાતું હૈયાંમાં અથડાતું, 

યૌવનનું કેવું આ ગીત,

અધ્ધખુલ્લી આંખોને ઊગે છે પાંખો. 

ને નોખું નીતરતું સંગીત,

હેલ્લારે ચડ્યું છે મનનું આકાશ,

જુવો સૂરજના અશ્વો લઈ સાત...

સપનામાં બાઈ હું તો...


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational