STORYMIRROR

'Sagar' Ramolia

Romance

3  

'Sagar' Ramolia

Romance

લગાવી મેં મહેંદી

લગાવી મેં મહેંદી

1 min
438

સનમ જલ્દી તમે આવો, લગાવી મેં મહેંદી !

પ્રસંગો આજ શોભાવો, લગાવી મેં મહેંદી !


હતી જે ચાંદની, તે ચાંદની મુજથી રિસાણી

તમે તો ચાંદ ચમકાવો, લગાવી મેં મહેંદી !


ચમકયો રંગ હાથે ખૂબ, લાગે તોય ઝાંખપ,

અનોખો રંગ રેલાવો, લગાવી મેં મહેંદી !


અહીંની ભાત લાગે છે બધી જૂની-પુરાણી,

અનેરી ભાત ઉપજાવો, લગાવી મેં મહેંદી !


ઘણી થાકી હવે 'સાગર', તમારી વાટ જોઈ,

તમે ઝાઝી ન તડપાવો, લગાવી મેં મહેંદી !


Rate this content
Log in

Similar gujarati poem from Romance