લે જરા
લે જરા


શ્વસીને દિલમાં વસાવી લે જરા,
તું હ્રદય દ્વારોને ઠસાવી લે જરા,
આમ ઓ'રી આવ ગોરી તું જરા,
આંખમાં આંખો પરોવી લે જરા,
એક તારો પ્રેમ ઝંખે છે હ્રદય,
લે હવે દિલને વલોવી લે જરા,
સાચવીને ચાલજે ભૈ'લા! જરા,
આ સફર દિલથી ચલાવી લે જરા,
જિંદગી જાણી શકે જો તો ઘણું ,
'ને પછી જીવન ભગાવી લે જરા.