STORYMIRROR

Nilesh Bagthriya

Inspirational

3  

Nilesh Bagthriya

Inspirational

લે...હાલ

લે...હાલ

1 min
193

લે...હાલ....હવે તો પાછી વળ,

ટાળી છે અમે બધી ચળભળ.


સંબંધે રીનોવેશનની રાહે છું,

ખેરી નાખજે વિવાદોના પડ.


ઊંચાઈ હજીયે પ્રાપ્ત કરીશું,

ભૂલી બધું તું આગળ તો વધ.


કશું બચ્યું નથી હવે કહી કહી,

નાહકનું હવે તું શું કરે રડ રડ?


સંવાદ જો રૂડો રચવાનું વિચાર,

ઘર છે તો હોય વાસણનું ખડખડ.


બચાવી શકાય છે હજી ઘણું ઘણું,

લે...ચાલ...હવે ના કરીશ લડલડ..


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational