STORYMIRROR

PRAVIN PATEL

Inspirational

4  

PRAVIN PATEL

Inspirational

લાવવી ક્યાંથી

લાવવી ક્યાંથી

1 min
204

શહીદોની ખુમારી લાવવી કયાંથી ?

શહીદોની અમીરી લાવવી કયાંથી ?


દેશ કાજે તનમન ધન ચરણે ધરતાં એ

શહીદોની મસ્ત ફકીરી લાવવી ક્યાંથી ?


ફાંસીના ફંદાને'ય જે ચૂમી હસતાં મરતા

એ ગુલાબોની ગુલાબી લાવવી ક્યાંથી ?


જવાનીની જે અમર કહાની લખી ગયા,

એ જવાનીની દિવાનગી લાવવી ક્યાંથી ?


ભગત સુખદેવ રાજગુરુ એ પ્રકટાવીતી

એ ઈન્કલાબની ચિનગારી લાવવી ક્યાંથી ?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational