STORYMIRROR

Mahendra Pandya 'નાદ'

Romance

3  

Mahendra Pandya 'નાદ'

Romance

લાવશું રે હવે

લાવશું રે હવે

1 min
159

મેળા ના મેળ પછી, અભાવ શું ...રે હવે,

પાંગરેલી પેલી પળોને પાળશું ...રે હવે.


ચાંદ તારલાના ભેળી ગગન અટારી, 

તન મનનું તેજ લઈ આવશું .... રે હવે.


અષાઢી મોરલાનું ટહૂકે એ સંભારણું, 

વળી વળી એ સાદને માણશું ...રે હવે.


સ્નેહની ઓટ જો હોય સમંદરમાં, 

ભવભવની ભરતીને વાળશું ....રે હવે.


યાદ તારી શબ્દ થઈ ધબકે છે દિલમાં, \

લીલીછમ્મ લાગણીઓ વાવશું ....રે હવે.


ઉજાગરાને કહેશું કે આવજે હવે કાલે,

આજ નું તો 'સપન એક લાવશું' ...રે હવે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance