STORYMIRROR

Jivatiben Bachubhai Pipaliya

Inspirational

4  

Jivatiben Bachubhai Pipaliya

Inspirational

લાવશે રંગત રૂડી

લાવશે રંગત રૂડી

1 min
277

આંખથી ઓઝલ હવે પ્રિયતમ થશો ના કોઈ દિન, 

છે વિરહની આગ વસમી, બાળશો ના કોઈ દિન,


સ્નેહનું સગપણ ઉભયનું, લાવશે રંગત રૂડી !

હાથમાં લઈ હાથ ચાલો, છોડશો ના કોઈ દિન,


આંખથી કાજળ કદી રેલાવતો ના વાલમા,

ઉર ઉઠેલાં ઓરતા મુજ, રોળશો ના કોઈ દિન,


પ્રેમ તારો રોજ વધતો થાય પૂનમ, ચાંદ જેવો,

ઓટ તો અકળાવનારી, આણશો ના કોઈ દિન,


લાગણી લથપથ વહાવું, આવજો પ્રતિસાદ થઈ,

'શ્રી' નિભાવે છે વફા, કરમાવશો ના કોઈ દિન.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational