લાવ ચીતરું હથેળીમાં
લાવ ચીતરું હથેળીમાં
લાવ, ચીતરું હથેળીમાં દરિયો...
એક દરિયો, જે મારામાં ભરિયો...
એક મોજામાં નામ - સરનામું લખીશ;
રેત - કાંઠાનું ગામ પરબારું લખીશ ....
અંગ - અંગના મરોડે પાથરિયો,
એક દરિયો, જે મારામાં ભરિયો...
છીપ, મોતી, પરવાળાં, હલેસું, હોડી ...
આવ, કાંઠાના બંધનને સઘળાં તરછોડી ..
છેક નભમાંથી ઘરમાં ઊતરિયો,
એક દરિયો , જે મારામાં ભરિયો...
જળ ઊછળે તો છાલકને ઝીલી લઈશ..
તારા દોમ - દોમ વ્હાલપમાં ગાંડી થઈશ..
સાવ ઘરના ઉંબરમાં સાંભરિયો....
એક દરિયો, જે મારામાં ભરિયો...
લાવ, ચીતરું હથેળીમાં દરિયો...
એક દરિયો, જે મારામાં ભરિયો...