STORYMIRROR

Zalak bhatt

Drama Tragedy Fantasy

3  

Zalak bhatt

Drama Tragedy Fantasy

લાશ

લાશ

1 min
234

ના શોધ કર તું શ્વાસ ને વિશ્વાસની

નહિ તો ઉંમર ચાલી જશે આ લાશની,


જે વર્તમાન છે તે જ બસ વાંચો હવે

નીકળી ગઈ પાછળ ડગર લે કાશની,


આંખો મીંચી તો રાત નહિ તો દિન છે

કોને ક્યાં કણે દિસે ક્ષિતિજ આકાશની ?


છે મુઠ્ઠીમાં રેખાઓ સૌ તકદિરની

કોઈ ના કળી શકે ?, તાકત ક્યાં વ્યાસની !


કર વાર તોડી નાંખ જાળુ ભ્રમ તણું

તને જાણ નથી ! તારી નાભિ ના રાઝની ?


ના કર વિચાર આગળ, તું ડગ ભરતો રહે

મળશે શીખર, ત્યારે તો થશે નાઝ નૈ !


જે હો પત્થર એમને શું વાદળ નડે ?

લાવા ને તાંકી, કહી દે છે ધુમ્માસ નૈ !


આંગળ પકડ લે’ આજનું થા ચાલતો

ને સાથ માં લેતો પણ કાંઈ ખાસ નૈ


છે જે તારું તે આવશે ભૈ દોડતું

બાકી,ભાવ નો કોઈ કને લિયાઝ નૈ


કોઈ સાંભળે, ના સાંભળે લે, ગાવું પડે

ભલે હો સુર જુદા, ને પછી હો સાઝ નૈ


ના,શોધતો ફર, શ્વાસ ને વિશ્વાસ ભૈ

નહીં તો ઉંમર ચાલી,જશે ને લાશ ગઈ !


Rate this content
Log in

Similar gujarati poem from Drama