લાલ ઈશ્ક
લાલ ઈશ્ક
ક્યાં કોઈ રંગ સાથે છે એને લેવા દેવા,
એતો છે ઈશની કૃપાથી મળેલો મેવા,
સંચાર અલૌકિક શક્તિનો થાય હૈયે,
અચાનક આવી ચડે હૃદયે કોઈ રહેવા,
પૂછે નાત જાતના રંગરૂપના સવાલ,
પ્રેમ તણી પાંખે આભે ઊડતા એ પારેવા,
સંજોગ સમયના ભોગે બને ઈશ્ક લાલ,
તોડી જગની રસમો એકમેક હો ભળેલા,
ઈતિ થી અંત સુધી પ્રસરતો પ્રેમ પવન,
સાંજ લાગણી કણો સૌ માં છે પડેલા.

