લાજવાબ છે તું
લાજવાબ છે તું
મારી નજરથી જો લાજવાબ છે તું,
ગમતાં ગુલોમાં ગુલ લાજવાબ છે તું,
તું કહે તો ફાગણની રંગત લઈ આવું,
ઝુલ્ફોની ભીનાશમાં લાજવાબ છે તું,
અઢળક ઢોળાયા છે રંગો અહીં જો,
ને રંગીન લિબાસમાં લાજવાબ છે તું,
ખોલી હતી યાદોની અલમારી પુરાની,
ફૂલગુલાબી સ્મરણમાં લાજવાબ છે તું,
હું ચાહું તો હમણાં જ મુલાકાત કરું,
ખ્વાબોનાં મિલનમાં લાજવાબ છે તું,
ફાગણીયો ફોરે ને હૈયું લથબથ ભિંજાય,
રંગોની ભીની મોસમમાં લાજવાબ છે તું.