લાગણીઓનો વ્યવહાર
લાગણીઓનો વ્યવહાર
શું વાત કરૂં એ સોનેરી ક્ષણોની ?
હુંફ ભરેલી છલકાતી લાગણીઓની,
માતાની એ મીઠેરી મમતા,
પિતાનો પ્રેમભર્યો એ હાથ,
ભઈલાનો સ્નેહ એ નિરાલો...
આજે પણ છલકાય છે આંખો,
યાદ આવે છે છે મમતાનું પલ્લું ?
ન કોઈ હતી ચિંતા કે ન ઉદાસી,
આંખો તો એમ કદીયે ન ભીંજાતી,
સહેજે આવે મને દિલમાં ઓછું,
આપ્તજનોનો ટોળે વળતો મેળો,
એક દિ' હતી સ્કુલની પરીક્ષા,
અવ્વલ નંબરે આવતી હું ને,
એક વિષયમાં થઈ હું માંડ પાસ,
રડમસ થતે ચહેરે હું ઘરે આવી.
એવું મળ્યું પ્રેમભર્યું આલિંગન,
સૌએ આપ્યો મને સાચો સાથ,
માર્ક્સ તો આવેને જાય રોજ,
જિંદગીની તો પરીક્ષાઓ ઝાઝી,
ના હારી જવાય આમ લગીર,
ચહેરો મારો હસતો બનાવીને,
ઝંપ્યો મારો આખો પરિવાર...
ને મને સમજાણી આજે કિંમત,
શું હોય પ્યારો એક પરિવાર ?
શું હોય લાગણીઓનો વ્યવ્હાર ?