લાગણીઓ ભીનેરી
લાગણીઓ ભીનેરી
આજે ફરી એક મીટ માંડી,
મારાં એ દોસ્તની યાદ પાંગરી,
બહુ વઢ્યા તા બાળપણમાં,
ફરી ફરી પ્રેમથી ભેટ્યા'તા..
આવી છે મિત્રતા અમારી !!
સમયની સાથે ડગ માંડી,
ભણતાં શરૂ થઈ સફર અમારી,
બહુ રમ્યાં'તા આંગણિયામાં,
રમકડાંને બહુ યે રમ્યાં'તા..
આવી છે મિત્રતા અમારી !!
જીવનની સફર શરૂ થઈ,
મુલાકાત થઈ થોડી અમારી,
બહુ યાદ આવે દોસ્ત મારાં,
લાગણીઓને છેડે બંધાયાં'તા..
આવી છે મિત્રતા અમારી !!
