લાગણીની લહેર
લાગણીની લહેર
જોઈ તારું સ્મિત,
હૈયે હરખ ઉભરાય છે,
જાણે સૂકી ધરતી પર,
પ્રકૃતિની લહેર વરતાય છે,
તારી લાગણીની લહેર,
હૃદયને ભીંજવી જાય છે,
જોઈ રહું હું વાટડી તારી,
ઝરૂખે હું આતૂરતાથી,
તારી એ પ્રેમભરી નજર,
અને મારું એ હળવું સ્મિત,
આંખોથી થતી નિઃશબ્દ વાતો,
હૈયે સદા હરખ છલકાતો,
કરે છે તરબોળ મને તારો પ્રેમ,
જાણે હૈયે વરસતો આનંદ,
તારી વાટડી મને લાગે પ્યારી,
નીરખતી રહેતી તને ઝરૂખેથી,
સદા ભીંજવતી રહેતી લાગણી તારી,
મહેકાવે મારુ જીવન એ લાગણી.

