STORYMIRROR

Jay D Dixit

Inspirational

4  

Jay D Dixit

Inspirational

લાગણીના મૂળાક્ષરો

લાગણીના મૂળાક્ષરો

1 min
313

લાગણીના મૂળાક્ષરો

સંવેદનાઓની બારાખડી,

દ્રશ્ય કે શ્રાવ્યથી પર,

મૌનની છે મોજ ફાંકડી.


ક્યારેક સમજણ,

ક્યારેક અવાક હોવાની ઘડી,

ક્યારેક મોં ખુલે જ નહીં,

મૌનની છે મોજ ફાંકડી.


સ્મરણો, કલ્પનાઓ,

વિચારોના ઘોડાપુરની ગાંઠડી,

અબોલા કે અકળામણ,

મૌનની મોજ છે ફાંકડી.


બધું જ કહેવાય જાય,

ભલે ન હોય અવાજની લાકડી,

કહેવું ચૂકી જવાય,

મૌનની મોજ છે ફાંકડી.


સમજાય જાય તો ઠીક,

નહીં તો જીંદગી આખી પડે સાંકડી,

સમય સંગ અર્થ બદલે,

મૌનની મોજ છે ફાંકડી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational