STORYMIRROR

Deep Shukla (સેહદેવ)

Romance

4  

Deep Shukla (સેહદેવ)

Romance

લાગણીના હસ્તાક્ષર

લાગણીના હસ્તાક્ષર

1 min
536

તું એનાથી અજાણ તો નથી છતાં તને ખબર કરું છું,

શું હું પણ તને વરસાદની જેમ અસર કરું છું ?


વાતો તો ઘણી થઈ છે મારી તમારા જોડે પણ,

જે તમારી પાસે ના થઈ તે કાગળ ને અરસ-પરસ કરું છું,


જો તમારી સ્મૃતિઓને ન્યાય ના આપી શક્યો તો શું થશે ?

તેથી જ તને યાદ આંઠેય પ્રહર કરું છું,


લોકો કહે છે પ્રેમ કર્યો છે તો તારું મોત નિશ્ચિત છે જલદી જ,

તેથી જાણી જોઈ તારા ઘર સામે કબર કરું છું,


આ નયન પણ તામરા કાઈ સુરાલાયથી કમ નથી,

ઊભો છું ત્યાંજ ને લાગે છે સફર કરું છું,


હું એને કેમ ચાહું છું એનું કારણ પૂછો નઈ,

હું એકલો નથી જે પ્રેમ કારણ વગર કરું છું,


એનું એક સ્મિત તો મને બહુ મોંઘું પડે છે,

હાલ તો એક નજર માટે કરકસર કરું છું,


આ હૃદય તમારૂ છે અને તમે જ રહેવાના અહીં સદા,

લો ! આ પ્રણયની મિલ્કત પર લાગણીના હસ્તાક્ષર કરું છું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance