લાગે છે
લાગે છે
1 min
64
સપના વિનાની રાત લાગે છે,
નકામી સઘળી વાત લાગે છે,
તારી હાજરી વિનાનું વ્હાલમ
જગ આખુંય એકાંત લાગે છે,
હૈયૈ ધુંધવાતો યાદોનો દરિયો,
મુખારવિંદ છોને શાંત લાગે છે,
તાર બાંધ્યા મનથી મનના જ્યાં
વિરહે અનહદ તાકાત લાગે છે,
અટારી ઊભી નિરખું ક્ષિતિજે
ઓઝલ સાંજે સાક્ષાત લાગે છે.