લાડકવાયી
લાડકવાયી
દીકરી મારી લાડકવાયી દેવની દીધેલ છે,
માતાના અવતાર જેવી, રૂપ અપરંપાર છે,
દીકરી મારી લાડકવાયી, જગદમ્બાનો અવતાર છે,
સિંહે સવારી કરવી મારી જગદમ્બાને રે,
દીકરી મારી લાડકવાયી કુળદેવીનો જાણે પ્રસાદ છે,
લાપસી, કુલેર, ખીર ખાતી વહાલની વેલડી છે,
દીકરી મારી મારી લાડકવાયી, મુજ આંખોનું રતન છે,
કાળી ઘેલી ને મીઠડી વાણી, એ હેતનો સાગર છે,
દીકરી મારી લાડકવાયી, મુજ હૈયે વસેલ છે,
યાદ કરતાં જ વરસે આંખો, એવાં હેતથી મઢેલ છે,
દીકરી મારી લાડકવાયી, સૂના ઘર સજાવે છે,
સંગીતાનાં દલડે સંગીત બનીને, ગુંજતી રહેલ છે.
