STORYMIRROR

Chaitanya Joshi

Drama Inspirational

3  

Chaitanya Joshi

Drama Inspirational

લાભપાંચમ

લાભપાંચમ

1 min
27K


ઉજવીએ લાભપાંચમ સૌ સાથે ભલા થઈને,

ઉજવીએ લાભપાંચમ દુઃખમાંય સાથ દઈને,


માનવધર્મ સૌથી સવાયો ખુદ હરિ જેને સરાહે,

ઉજવીએ લાભપાંચમ એકમેકને સમજી જઈને,


ન કેવળ મંદિરમાં વસે પરમ પિતા પરમેશ્વર તો,

ઉજવીએ લાભપાંચમ જનેનમાં પરખી રહીને,


લાભ સાચો ત્યારે જ માનીએ બાંટીને ખાઈએ,

ઉજવીએ લાભપાંચમ મુખે પરાવાણી બોલીને,


અણહકનું ના લઈએ કદી મહેનતે વિજય વરીએ,

ઉજવીએ લાભપાંચમ જીતીને પણ ઝૂકી જઈને.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama