ક્યાંક ભાગી જઇએ
ક્યાંક ભાગી જઇએ
હાલને રાધા ક્યાંક ભાગી જઇએ,
કુંજગલીમાં જઇને છુપાઇ જઇએ.
રોજરોજનું આ દર્દ વેઠવું કેમનું,
મળવાનું બહાનું નવું શોધવું કેમનું.
એનો કાયમી ઉપાય હવે શોધી લઇએ,
હાલને રાધા ક્યાંક ભાગી જઇએ.
જગતમાં પ્રેમ તો સૌ કરે છે,
પ્રેમનો એકરાર પળે પળે કરે છે,
એમને પણ કશુંક શીખવી દઇએ,
હાલને રાધા ક્યાંક ભાગી જઇએ.
ચાલને આજે કંઇક નવું કરીએ,
'જશ' પ્રેમની પરિભાષા બદલીએ,
ભૂલી જગતને એકમેકમાં ભળી જઇએ,
હાલને રાધા ક્યાંક ભાગી જઇએ.

