Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Katariya Priyanka

Romance Fantasy

4  

Katariya Priyanka

Romance Fantasy

ક્યાં સુધી ?

ક્યાં સુધી ?

1 min
378


ઓ જીવન ! કહી દે ને મને,

આ પરીક્ષાઓ આપવી પડશે ક્યાં સુધી ?


જાણું છું, કનક નીખરે ભઠ્ઠીમાં તપી,

ખુદને ચમકાવવા માટે તપવું પડશે ક્યાં સુધી ?


અસત્યનું મેઘધનુષ છવાયું છે જગઆકાશે,

ત્યાં સત્યની સાબિતીઓ આપવી પડશે ક્યાં સુધી ?


વેચાય છે સ્નેહ, સસ્તા દામે સંબંધોના બજારમાં,

ત્યાં વિશ્વાસનું મૂલ્ય મારે ચુકવવું પડશે ક્યાં સુધી ?


તું ભલેને રહ્યો નિર્મોહી, ઓ સનમ !

પ્રીતઘેલી થઈ પીડા છુપાવવી પડશે ક્યાં સુધી ?


ઘોર અંધકાર ઊતરી આવ્યો છે અવની ઉપર,

ઈચ્છાઓ કાજ તારો બની ખરવું પડશે ક્યાં સુધી ?


તું ભલે ને ન સ્વીકારે, પ્રેમ છે તને મુજથી ,

મૌન રહી મારે તને ચાહવું પડશે ક્યાં સુધી ?



Rate this content
Log in

Similar gujarati poem from Romance