STORYMIRROR

Dipal Upadhyay

Romance

3  

Dipal Upadhyay

Romance

ક્યાં મળે છે ?

ક્યાં મળે છે ?

1 min
14.2K


હવે કોઈ ગમતીલી ક્ષણ ક્યાં મળે છે ?

મળે છે ઘણા, એક જણ ક્યાં મળે છે ?

બધે ઝાંઝવા ઝાંઝવા જોઉં છું હું, 

ને આગળ વધું તોય રણ ક્યાં મળે છે? 

પ્રભુ સર્વ જ્ઞાની ને સ્વર્ણિમ શોધે, 

કનકનું કદીયે હરણ ક્યાં મળે છે? 

પહાડોના શિખરે ચડી જઈને જોયું

મેં જોયું પરંતુ ઝરણ ક્યાં મળે છે ?

કદી જળની મધ્યે સહારો હું પામું, 

સમંદર તરું પણ તરણ ક્યાં મળે છે


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance