ક્યાં ખોવાયું મારું આંગણું
ક્યાં ખોવાયું મારું આંગણું
ક્યાં ખોવાયું મારું એ આંગણું
જ્યાં મિત્રોની ભીડ હતી
મમતાની રેલમછેલ હતી,
બહેનની મસ્તી હતી
ખુશીઓની લહેર હતી,
ધૂળ ને રજ માથામાં હતી
આનંદની છોળો આંખમાં હતી,
ક્યાં ખોવાયું એ મારું આંગણું
જ્યાં અનેરી મસ્તી હતી.
