STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational Children

4  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational Children

ક્યાં ગયું ?

ક્યાં ગયું ?

1 min
408

કુદરતના સાનિધ્યમાં હતું, 

મારું એ ઓલ્યું બચપણ ક્યાં ગયું ?


ઉદાસી ઓગાળીને આનંદમાં પરિવર્તિત કરતું,

એ મારું સોનેરી સગપણ ક્યાં ગયું ?


સ્વાર્થી બન્યા સૌ સગા અહી. લાગણી અને

વિશ્વાસ પર ઉભુ રહેતું ચણતર ક્યાં ગયું ?


શહેરના શોરબકોરમાં મારો અવાજ દબાયો,

આ મૌનની ભાષા સમજે એ ભણતર ક્યાં ગયું ?


મોજ મજાક ને મસ્તી, ત્યારે હતી બહુ સસ્તી,

જાદુઈ લાગતું મારું આ દફતર ક્યાં ગયું ?


મળતું હતું જીવનના હર તબક્કે નવું નવું જ્ઞાન,

નવી ઊર્જા નવી હિંમત બક્ષતું મારું ઘડતર ક્યાં ગયું ?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational